VyapRise Logo

દુકાન અને નાના બિઝનેસ માટે

GST બિલ બનાવવાનું સૉફ્ટવેર — ફોનથી પણ, કમ્પ્યુટરથી પણ

VyapRise એક GST બિલ બનાવવાનું સૉફ્ટવેર છે જે ફોનના બ્રાઉઝરમાં જ ચાલે છે. ગ્રાહક અને આઇટમ પસંદ કરો, જથ્થો લખો — CGST, SGST કે IGST આપોઆપ લાગી જાય છે, HSN કોડ આઇટમમાંથી આવી જાય છે અને બિલ પર UPI QR છપાઈ જાય છે. બિલ WhatsApp પર મોકલો, ઉધાર ગ્રાહકના ખાતામાં ચડી જાય છે અને સ્ટોક આપોઆપ ઘટી જાય છે. Free પ્લાનમાં દર મહિને 10 સેલ્સ બિલ બનાવો.

  • કોઈ એપ ડાઉનલોડ નહીં — બ્રાઉઝરમાં ચાલે છે
  • Free પ્લાન: દર મહિને 10 બિલ
  • સાઇન અપ માટે કાર્ડની જરૂર નથી
VyapRise માં બનાવેલ ડેમો GST ટેક્સ ઇન્વૉઇસ: દરેક આઇટમનો HSN કોડ, 18% GST નું CGST અને SGST માં વિભાજન, બેંક વિગતો અને UPI QR કોડ

આ બિલ બનાવવાની એપમાં શું શું મળે છે

દુકાન માટેની બિલિંગ એપમાંથી રોજ જે કામ જોઈએ — બિલ, GST, પેમેન્ટ, ઉધાર અને સ્ટોક — બધું એક જ જગ્યાએ, એક જ લૉગિનમાં.

  • ફોનના બ્રાઉઝરમાં ચાલે છે

    Chrome કે કોઈપણ બ્રાઉઝરમાં app.vyaprise.com ખોલો અને લૉગિન કરો. Play Store માંથી કંઈ ડાઉનલોડ કરવાનું નથી. ઇચ્છો તો "Add to home screen" કરીને ફોન પર આઇકન બનાવી લો, પછી તે એપની જેમ એક ટૅપમાં ખૂલશે. એ જ એકાઉન્ટ કમ્પ્યુટર અને ટેબ્લેટ પર પણ ચાલે છે.

  • GST આપોઆપ, HSN સાથે

    ગ્રાહક પોતાના રાજ્યનો હોય તો CGST + SGST, બીજા રાજ્યનો હોય તો IGST — આ ગ્રાહકના GSTIN અને place of supply પરથી આપોઆપ નક્કી થાય છે. દરેક આઇટમનો HSN કોડ અને GST રેટ આઇટમ માસ્ટરમાંથી આવે છે, તમારે દર વખતે ટાઇપ કરવાનો નથી.

  • બિલ પર UPI QR

    તમારા બેંક એકાઉન્ટનું UPI ID એક વાર નાખો. પછી દરેક બિલ પર "Scan to Pay" QR છપાય છે, એટલે ગ્રાહક GPay, PhonePe કે Paytm થી સીધું સ્કેન કરીને પેમેન્ટ કરી શકે છે.

  • WhatsApp પર બિલ મોકલો

    ફોન પર શેર બટન દબાવો, બિલની PDF ફોનની શેર લિસ્ટમાંથી WhatsApp પર જતી રહે છે. કમ્પ્યુટર પર WhatsApp click-to-chat ખૂલે છે જેમાં બિલની ટૂંકી વિગત લખેલી હોય છે. બિલ જાતે આપોઆપ નથી જતું, તમે મોકલો છો.

  • ઉધાર ખાતું — ગ્રાહક લેજર

    ઉધાર પર આપેલું બિલ ગ્રાહકના ખાતામાં આપોઆપ ચડી જાય છે. પેમેન્ટ આવે તો બિલ પર જ નોંધો (અલગ રસીદ Pro માં), બેલેન્સ તરત અપડેટ. કયા ગ્રાહકના કેટલા બાકી છે અને કેટલા દિવસથી — બધું એક સ્ક્રીન પર.

  • સ્ટોકનો હિસાબ પણ

    બિલ બનાવતાં જ આઇટમનો સ્ટોક ઘટી જાય છે, ખરીદ બિલ નાખતાં જ વધી જાય છે (ખરીદ બિલ Pro માં). મિનિમમ સ્ટોક લેવલ સેટ કરો તો માલ ઓછો થતાં એપની અંદર ચેતવણી દેખાય છે. Pro માં એકથી વધુ ગોડાઉનનો સ્ટોક પણ અલગ અલગ દેખાય છે.

GST બિલ કેવી રીતે બનાવવું — એક દુકાનનું સીધું ઉદાહરણ

GST બિલ કેવી રીતે બનાવવું, એ સૌથી સહેલાઈથી એક નાના ઉદાહરણથી સમજાય છે.

ધારો કે અમદાવાદમાં તમારી હાર્ડવેરની દુકાન છે અને એક કૉન્ટ્રાક્ટર 10 પાઇપ લઈ જાય છે, એક પાઇપ ₹100 ની, GST 18%. બિલ પર taxable value ₹1,000 આવશે. કૉન્ટ્રાક્ટર પણ ગુજરાતનો છે, એટલે આ intra-state વેચાણ છે: CGST 9% = ₹90 અને SGST 9% = ₹90, કુલ ₹1,180. VyapRise માં તમે ફક્ત ગ્રાહક અને આઇટમ પસંદ કરો છો, જથ્થો 10 લખો છો — બાકીની ગણતરી સૉફ્ટવેર કરે છે.

હવે એ જ 10 પાઇપ મુંબઈના કોઈ રજિસ્ટર્ડ ખરીદનારને મોકલવાની છે. મહારાષ્ટ્ર બીજું રાજ્ય છે, એટલે આ inter-state વેચાણ છે અને આખો ટેક્સ એક જ લાઇનમાં જાય છે: IGST 18% = ₹180, કુલ તો પણ ₹1,180. ભૂલ અહીં જ થાય છે કે લોકો બીજા રાજ્યના ગ્રાહક પર પણ CGST + SGST લગાવી દે છે. સૉફ્ટવેર place of supply જોઈને સાચો ટેક્સ લગાવે છે, એટલે આ ભૂલ થતી જ નથી.

બિલ સેવ કરતાં જ ત્રણ કામ સાથે થઈ જાય છે: બિલનો નંબર આગલા નંબર પર વધી જાય છે, પાઇપનો સ્ટોક 10 ઘટી જાય છે, અને જો કૉન્ટ્રાક્ટરે પૈસા પછી આપવાના હોય તો ₹1,180 તેના ખાતામાં બાકી દેખાવા લાગે છે. બિલની PDF ડાઉનલોડ કરો, પ્રિન્ટ કરો કે ફોનથી WhatsApp પર મોકલી દો.

જો હમણાં એકાઉન્ટ નથી બનાવવું અને ફક્ત એક-બે બિલ જોઈએ છે, તો ફ્રી GST ઇન્વૉઇસ જનરેટર કે GST બિલ બનાવો ટૂલ સાઇન અપ વગર PDF બનાવી આપે છે. ફોન પર GST બિલ બનાવવાની આખી રીત, સ્ટેપ બાય સ્ટેપ, અમારા બ્લૉગ મોબાઇલથી GST બિલ કેવી રીતે બનાવવું માં લખેલી છે.

દુકાનનાં રોજનાં કામ અને VyapRise માં તે કેવી રીતે થાય છે

દુકાન માટે બિલિંગ એપ પસંદ કરતી વખતે જુઓ કે તમારું રોજનું કામ કેવી રીતે થશે. આ ટેબલ એ જ બતાવે છે.

રોજનું કામVyapRise માં કેવી રીતે થાય છે
GST ટેક્સ ઇન્વૉઇસ બનાવવુંગ્રાહક, આઇટમ અને જથ્થો — CGST/SGST કે IGST, HSN, round-off અને amount in words આપોઆપ
કમ્પોઝિશન ડીલરનું બિલકંપનીનો GST type "composition" રાખો — બિલ પર BILL OF SUPPLY છપાય છે, ટેક્સ 0%, કમ્પોઝિશનવાળા ડેક્લેરેશન સાથે
ગ્રાહક પાસેથી પેમેન્ટ લેવુંબિલ પર UPI QR; પેમેન્ટ આવે ત્યારે બિલ પર જ નોંધો, કે Pro માં રસીદ બનાવીને સાચા બિલ સામે લગાવો
ઉધારનો હિસાબદરેક ગ્રાહકનું લેજર, કુલ બાકી, અને કયું બિલ કેટલા દિવસ જૂનું છે — ગ્રાહક લેજર જુઓ
બિલ મોકલવુંPDF ડાઉનલોડ કે પ્રિન્ટ; ફોન પર શેર કરીને WhatsApp; કમ્પ્યુટર પર WhatsApp click-to-chat; ગ્રાહકને ઇમેલ, કે બિલની લિંક જેનાથી ગ્રાહક PDF લે અને UPI થી ચૂકવે
દર મહિને એ જ બિલરિકરિંગ ઇન્વૉઇસ — અઠવાડિક, માસિક, ત્રિમાસિક કે વાર્ષિક; કે Duplicate થી જૂના બિલ પરથી નવું બિલ
HSN કોડ યાદ નથીHSN/SAC finder — પહેલાં તમારી પોતાની આઇટમ, પછી લગભગ 178 સામાન્ય headings; રેટ બૉક્સ નીચે આ ગ્રાહકના છેલ્લા 3 રેટ
સ્ટોક જોવોદરેક બિલથી સ્ટોક આપોઆપ ઘટે છે; ઓછા સ્ટોકની ચેતવણી એપની અંદર; ખરીદીથી સ્ટોક અને ગોડાઉન પ્રમાણે સ્ટોક Pro માં
બારકોડથી બિલિંગUSB કે Bluetooth સ્કેનરથી આઇટમ સ્કેન કરીને બિલમાં ઉમેરો (ફોનના કૅમેરાથી સ્કેનિંગ થતું નથી)
ક્વોટેશન, ચલણ, રિટર્નસેલ રિટર્ન અને ક્રેડિટ નોટ, એસ્ટિમેટ/ક્વોટેશન અને ડિલિવરી ચલણ Pro માં (અને 7 દિવસના ફ્રી ટ્રાયલમાં)

E-invoice (IRN) અને e-way bill નંબર VyapRise માંથી જનરેટ થતાં નથી. E-way bill સરકારી પોર્ટલ પર જ બને છે; Pro માં પોર્ટલના "Generate Bulk" માટે bulk-upload JSON ફાઇલ VyapRise તૈયાર કરી આપે છે. બિલ પર ગાડી અને ટ્રાન્સપોર્ટની વિગતો જરૂર આવી જાય છે.

ઉધારનો હિસાબ: ડાયરીની જગ્યાએ ગ્રાહક ખાતું

મોટાભાગની દુકાનોમાં ઉધાર એક ડાયરીમાં લખાય છે, અને મહિનાના અંતે યાદ નથી રહેતું કે કોણે કેટલા આપ્યા. VyapRise માં જેવું તમે ઉધાર પર બિલ બનાવો, તે ગ્રાહકના ખાતા (લેજર) માં ચડી જાય છે. ગ્રાહક ₹500 આપી જાય તો પેમેન્ટ બિલ પર જ નોંધો (Pro માં રસીદ બનાવીને તેને એ બિલ સામે લગાવો જેના પૈસા આવ્યા) — બાકી બેલેન્સ તરત બદલાઈ જાય છે.

ખાતામાં દરેક ગ્રાહકનું કુલ બાકી, દરેક બિલની due date (જો તમે ક્રેડિટ પિરિયડ રાખ્યો હોય) અને ageing દેખાય છે — એટલે કે કયા પૈસા 30 દિવસથી જૂના છે, કયા 60 કે 90 દિવસથી. ગ્રાહકને હિસાબ બતાવવો હોય તો તેનું સ્ટેટમેન્ટ PDF (Pro) માં કાઢો કે WhatsApp click-to-chat થી મોકલો. ગ્રાહકની ક્રેડિટ લિમિટ પણ રાખી શકો છો: લિમિટ કે ઓવરડ્યૂ દિવસો વટાવે ત્યારે બિલ પર ચેતવણી આવે છે, અને સેટિંગ ચાલુ કરો તો આગળ વધવા માલિકની મંજૂરી જોઈએ.

જે ઉધાર VyapRise શરૂ કર્યા પહેલાંનું છે, તે પણ છૂટતું નથી. ગ્રાહકનું ઓપનિંગ બેલેન્સ નાખો, અને જ્યારે તે જૂના પૈસા આપે ત્યારે Pro માં રસીદમાં "Old invoices (not in VyapRise)" પસંદ કરીને એ પેમેન્ટ એ જ જૂના હિસાબ સામે લગાવો.

એક વાત સ્પષ્ટ કહી દઈએ: Free પ્લાનમાં due date નીકળી જાય ત્યારે રિમાઇન્ડર ફક્ત VyapRise ની અંદર (bell આઇકનમાં) દેખાય છે; Pro માં ગ્રાહકને પેમેન્ટ રિમાઇન્ડર ઇમેલ આપોઆપ જાય છે. SMS કે WhatsApp આપોઆપ નથી જતો — ત્યાં યાદ અપાવવું હોય તો સ્ટેટમેન્ટ તમે જાતે મોકલો છો. આખી રીત અમારી ગાઇડ ઉધારનો હિસાબ કેવી રીતે રાખવો માં છે.

GST બિલ બનાવવાનું સૉફ્ટવેર કેવી રીતે શરૂ કરવું

પહેલું બિલ બનાવવામાં લગભગ દસ મિનિટ લાગે છે. કંઈ ઇન્સ્ટોલ કરવાનું નથી.

  1. 01

    એકાઉન્ટ બનાવો

    ફોન કે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં સાઇન અપ કરો. કાર્ડની જરૂર નથી. નવા એકાઉન્ટ પર 7 દિવસ સુધી Pro ના બધા મોડ્યુલ ફ્રીમાં ચાલે છે, પછી એકાઉન્ટ Free પ્લાન પર આવી જાય છે.

  2. 02

    દુકાનની વિગતો નાખો

    બિઝનેસનું નામ, GSTIN, સરનામું, લોગો, બેંક વિગતો અને UPI ID એક વાર ભરો. આ જ દરેક બિલ પર છપાશે. કમ્પોઝિશનમાં હો તો GST type composition પસંદ કરો.

  3. 03

    આઇટમ અને ગ્રાહક ઉમેરો

    દરેક આઇટમનું નામ, HSN કોડ, GST રેટ અને ભાવ નાખો, સાથે ઓપનિંગ સ્ટોક. ઘણી આઇટમ હોય તો Excel કે CSV ફાઇલથી ઇમ્પોર્ટ કરી શકો છો (ઇમ્પોર્ટમાં ઓપનિંગ સ્ટોક નથી જતો, તે પછી નાખો). ગ્રાહકોનું નામ, ફોન અને GSTIN પણ નાખી દો.

  4. 04

    પહેલું બિલ બનાવો અને મોકલો

    ગ્રાહક પસંદ કરો, આઇટમ ઉમેરો, સેવ કરો. PDF જુઓ, પ્રિન્ટ કરો કે WhatsApp પર મોકલો. ઉધાર હોય તો તે ખાતામાં આપોઆપ દેખાવા લાગશે.

Free પ્લાનમાં શું મળે છે, અને Pro ક્યારે જોઈએ

Free પ્લાન હંમેશા માટે ફ્રી છે. તેમાં દર મહિને 10 સેલ્સ બિલ, 30 આઇટમ અને 10 ગ્રાહક સુધી, એક ગોડાઉનનો સ્ટોક, ચાલુ મહિનાનું ગ્રાહક ખાતું અને ચાલુ મહિનાના રિપોર્ટ આવે છે; પેમેન્ટ બિલ પર જ નોંધાય છે. Free પ્લાન ફક્ત એક યુઝર (માલિક) માટે છે. Free અને ટ્રાયલના બિલ પર નીચે નાનું "Powered by VyapRise" લખેલું હોય છે.

Pro ₹1,499/વર્ષ છે, એક વારનું પેમેન્ટ, આપોઆપ રિન્યુ નથી થતું. Pro માં બિલ, આઇટમ કે ગ્રાહકની કોઈ લિમિટ નથી, અને સાથે ખરીદ બિલ, રસીદ, ક્રેડિટ નોટ, કોઈપણ સમયગાળાના રિપોર્ટ અને PDF/Excel ડાઉનલોડ, ક્વોટેશન અને ડિલિવરી ચલણ, સ્ટાફ માટે અલગ લૉગિન (દરેક યુઝરનો અલગ ચાર્જ નહીં), એકથી વધુ ગોડાઉન, કાઉન્ટર માટે POS બિલિંગ, GSTR-1, GSTR-3B અને HSN summary રિપોર્ટ, P&L અને બેલેન્સ શીટ, ખર્ચ અને મેન્યુફેક્ચરિંગ મોડ્યુલ મળે છે. કરિયાણા કે રિટેલ કાઉન્ટર પર ઝડપી બિલિંગ જોઈએ તો POS Pro માં છે. આખી લિસ્ટ કિંમતના પેજ પર છે.

શું આ સૉફ્ટવેર તમારી દુકાન માટે યોગ્ય છે?

સીધી વાત — ક્યાં આ કામ આવે છે અને ક્યાં નહીં.

યોગ્ય રહેશે, જો

  • તમે GST રજિસ્ટર્ડ છો (regular કે composition) અને રોજ ટેક્સ ઇન્વૉઇસ કે bill of supply બનાવો છો
  • તમે ફોન અને કમ્પ્યુટર બંનેથી બિલ બનાવવા માંગો છો, કંઈ ઇન્સ્ટોલ કર્યા વગર
  • ઉધારનો હિસાબ ડાયરીમાંથી કાઢીને ગ્રાહક ખાતા માં રાખવો છે
  • સ્ટોક, ખરીદી અને બિલિંગ એક જ જગ્યાએ જોઈએ છે, અને સ્ટાફને અલગ લૉગિન આપવું છે (ખરીદી અને સ્ટાફ લૉગિન Pro માં)
  • શરૂઆતમાં ફ્રી ચલાવવું છે, અને જરૂર પડે ત્યારે જ Pro લેવું છે

કદાચ યોગ્ય નથી

જો તમને Play Store વાળી એપ જોઈએ — VyapRise ની કોઈ Android કે iPhone એપ નથી, તે બ્રાઉઝરમાં ચાલે છે. ઇન્ટરનેટ વગર (ઑફલાઇન) નથી ચાલતું. E-invoice અને e-way bill નંબર અહીંથી જનરેટ થતાં નથી (Pro માં ફક્ત e-way bill ની bulk-upload ફાઇલ બને છે). મેડિકલ કે FMCG માં એક્સપાયરીનો SMS કે WhatsApp એલર્ટ નથી આવતો; બેચ અને એક્સપાયરી તારીખો, Expiring Stock રિપોર્ટ અને 30 દિવસમાં એક્સપાયર થતા માલની સવારની ઇમેલ Pro માં છે, વેરિઅન્ટ પણ Pro માં.

બિલ બનાવવાની એપ લેતાં પહેલાં આ ચેક કરો

  • Intra-state પર CGST + SGST અને inter-state પર IGST આપોઆપ લાગે છે કે નહીં
  • બિલ પર HSN કોડ, GSTIN, place of supply અને amount in words આવે છે કે નહીં
  • બિલ પર UPI QR છપાય છે કે નહીં, જેથી પેમેન્ટ જલ્દી આવે
  • ઉધારનો હિસાબ ગ્રાહક પ્રમાણે અને બિલ પ્રમાણે દેખાય છે કે નહીં
  • બિલ બનાવતાં જ સ્ટોક ઘટે છે કે અલગથી એન્ટ્રી કરવી પડે છે
  • ફોન અને કમ્પ્યુટર બંને પર એ જ ડેટા દેખાય છે કે નહીં
  • Free પ્લાનમાં કેટલા બિલ મળે છે, અને પેઇડ પ્લાનની સાચી કિંમત શું છે — યુઝર દીઠ ચાર્જ તો નથી ને?
  • ડેટાનો PDF/CSV એક્સપોર્ટ મળે છે કે નહીં, જેથી CA ને આપી શકાય (VyapRise માં રિપોર્ટ ડાઉનલોડ Pro માં)

વારંવાર પુછાતા પ્રશ્નો

શું VyapRise ની Play Store પર એપ છે?

ના. VyapRise ની કોઈ Android કે iPhone એપ નથી. તે ફોનના બ્રાઉઝરમાં ચાલે છે — app.vyaprise.com ખોલો અને લૉગિન કરો. બ્રાઉઝરના મેનુમાંથી "Add to home screen" કરીને ફોન પર આઇકન બનાવી શકો છો, પછી તે એપની જેમ ખૂલે છે. ઇન્ટરનેટ જરૂરી છે, ઑફલાઇન નથી ચાલતું.

શું GST બિલ બનાવવાનું સૉફ્ટવેર ફ્રી છે?

હા, Free પ્લાન હંમેશા માટે ફ્રી છે અને તેમાં દર મહિને 10 સેલ્સ બિલ બનાવી શકો છો. તેમાં 30 આઇટમ અને 10 ગ્રાહક સુધી રાખી શકાય છે, અને Free પ્લાન એક યુઝર (માલિક) માટે છે. વધુ બિલ, આઇટમ કે ગ્રાહક, ખરીદ બિલ, રસીદ, સ્ટાફ લૉગિન, ક્વોટેશન-ચલણ કે POS, GST રિપોર્ટ જેવા મોડ્યુલ જોઈએ તો Pro ₹1,499/વર્ષ છે. નવું એકાઉન્ટ 7 દિવસ સુધી Pro ના બધા મોડ્યુલ ફ્રીમાં ચલાવી શકે છે.

મોબાઇલથી GST બિલ કેવી રીતે બનાવવું?

ફોનના બ્રાઉઝરમાં VyapRise ખોલો, Sale Invoices માં નવું બિલ શરૂ કરો, ગ્રાહક અને આઇટમ ઉમેરો અને સેવ કરો. CGST/SGST કે IGST, HSN અને કુલ રકમ આપોઆપ આવે છે. પછી PDF ડાઉનલોડ કરો કે શેર બટનથી WhatsApp પર મોકલી દો.

બિલ WhatsApp પર કેવી રીતે મોકલાય?

ફોન પર બિલ ખોલીને શેર બટન દબાવો — બિલની PDF ફોનની શેર લિસ્ટમાંથી WhatsApp પર જતી રહે છે. કમ્પ્યુટર પર WhatsApp click-to-chat ખૂલે છે જેમાં બિલની ટૂંકી વિગત હોય છે. VyapRise WhatsApp પર આપોઆપ કંઈ મોકલતું નથી, દર વખતે તમે જાતે મોકલો છો. સેવ કરેલા બિલમાંથી ગ્રાહકને ઇમેલ પણ કરી શકો છો, કે બિલની લિંક કૉપી કરીને મોકલો — ગ્રાહક લિંક ખોલીને PDF લઈ શકે છે અને UPI થી ચૂકવી શકે છે.

હું કમ્પોઝિશન ડીલર છું. શું મારું બિલ બની જશે?

હા. Company settings માં GST type composition પસંદ કરો. પછી બિલ પર "Bill of Supply" છપાય છે, કોઈ ટેક્સ નથી લાગતો, અને કમ્પોઝિશનવાળું ડેક્લેરેશન આપોઆપ આવે છે.

શું ઉધારનો હિસાબ પણ આમાં જ રાખી શકાય?

હા. ઉધાર પર બનેલું દરેક બિલ ગ્રાહકના ખાતામાં ચડે છે, અને પેમેન્ટ આવે ત્યારે ઘટે છે: Free માં પેમેન્ટ બિલ પર જ નોંધાય છે, Pro માં અલગ રસીદથી પણ. કુલ બાકી, જૂનાં બિલ અને ageing એક સ્ક્રીન પર દેખાય છે (Free માં ચાલુ મહિનાનાં; જૂના મહિના Pro માં), અને સ્ટેટમેન્ટ PDF (Pro) કે WhatsApp થી મોકલી શકો છો. Due date નું રિમાઇન્ડર Free પ્લાનમાં ફક્ત એપની અંદર દેખાય છે, Pro માં રિમાઇન્ડર ઇમેલ આપોઆપ જાય છે; ગ્રાહકને આપોઆપ SMS નથી જતો.

શું તે ગુજરાતીમાં ચાલે છે?

હા. ભાષાના મેનુથી આખી એપ ગુજરાતીમાં ચાલે છે, દરેક સ્ક્રીન અને ફોર્મ સાથે; હિન્દી, મરાઠી, તમિલ અને તેલુગુ પણ છે. બિલ પણ ગુજરાતીમાં પ્રિન્ટ થઈ શકે છે: Settings › Printing Templates માં Print in Gujarati, અથવા અંગ્રેજીની સાથે ગુજરાતી પસંદ કરો (Standard, Modern અને Half page લેઆઉટ). રિપોર્ટના ડાઉનલોડ અને ઇમેઇલ અંગ્રેજીમાં રહે છે. સપોર્ટ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ત્રણેયમાં મળે છે — [email protected] પર લખો.

આગળ વાંચો

આજે પહેલું GST બિલ ફ્રીમાં બનાવો

એકાઉન્ટ બનાવો, એક ગ્રાહક અને એક આઇટમ ઉમેરો, અને પહેલું બિલ WhatsApp પર મોકલો. Free પ્લાનમાં દર મહિને 10 બિલ, કાર્ડની જરૂર નથી.